દાંતનો દુખાવો દુર કરવાનાં ઉપાય:
-તલનાં તેલમાં થોડું નિમક મેળવીને દાંતે ઘસવું.
-જો તમારા દાંતનું પેઠું સોજી ગયુ હોય તો મીઠા અને હળદરનો પાવડર ને ભેળવીને પેઢા પર ઘસવું.
-ખાવન વાળા અને સડીગયેલા દાંતના પોલાણમા લવીંગ અને કપુર વાટી દબાવી દેવાથી આરામ મળે છે.
-લવિંગ અને તલનાં તેલનું રૂ વાળું પોતુ સળેલી દાઢ ઉપર મુકવાથી તેની પીડા મટે છે.
-જો તમારા દાંતનું પેઢું સોજી ગયુ હોય તો નાલીયેરની છાલનો ઉકાળો કરી, તે પાણી ઠંડું પડી જાય ત્યાર બાદ તેને ગાળીને તેના કોગળા કરવા.
-સરગવાનો માથી ગુંદર કાઢી અને પોલા દાંતમાં ભરવાથી દાંતનો દુખાવો મટે છે.
-લવીંગના તેલમાં રુનું પુમડું પલાળી પોલી દાઢ પર કે દુખતા દાંત પર દબાવી રાખવાથી દાંતનો દુખાવો મટે છે.
-હીંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાત નો દુખાવો મટે છે.
-દાંતના પોલાણમાં હીંગ અથવા અક્કલગરો ભરવાથી દાંતની પીડા દુર થાય છે.
-રાયણમાંથી નીકળતું દુધ દુખતી દાઢ પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે.
-પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવીંગ અને કપુર અથવા તજ અને હીંગ વાટી ભેગું કરી ભરી દેવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.
-દાંતમાં લાંબા સમય સુધી પરું ભરાઈ રહે અને સારવાર લેવામાં ન આવે તો મુળીયા પાસે પરુની ગાંઠ થઈ જાય છે. આ પરીસ્થીતીમાં પણ દાંતના મુળની સારવાર અને મુળચ્છેદ ઑપરેશન કરી દાંત બચાવી શકાય છે.
-આંકડાનું મુળ દાંતે ઘસવાથી દાંતની કળતર મટે છે.
-દાંત કે દાંતના પેઢામાં દુખાવો હોય તો ડુંગળીનો એક ટુકડો મોંમાં રાખી મુકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાચી ડુંગળી ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મુક્તી મળે છે.
-લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુખાવો મટે છે.
-જાયફળના તેલનું પુમડું સડેલા દાંતમાં રાખવાથી દાંતમાં રહેલા બૅક્ટેરીયા દુર થઈ દાંતનો દુખાવો મટે છે.
-હળદર અને મીઠું (નમક) લગાડવાથી દુખતા દાંતમાં લાભ થાય છે.
-તજના તેલ કે અર્કનું પુમડું પોલી કે દુ:ખતી દાઢમાં મુકવાથી દાત ના દુખાવા માંથી છુટકારો મળે છે.
આ વસ્તુના સેવનથી થાય છે દાંતના રોગ
-સીગારેટ, તંબાકુ, ગુટખા અને દારૂના વ્યસનથી.
-વધુ પડતા ગળયા પદાર્થો ખાવાથી દાંતને જેટલુ નુકસાન થાય છે તેટલુ બીજા કોઇ પદાર્થોથી થતુ નથી. આથી ગળ્યા પદાર્થો જમ્યા પછી તરતજ મો વ્યવસ્થીત કોગળા કરી સાફ કરવું. અને શક્ય હોય તો બ્રશ કરી લેવો.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation






Comments
Post a Comment