કોરોના વાયરસને કારણે દુનિયામાં હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યા છે. દરમિયાન ભારતે કોરોના વાયરસ રસી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કોરોના વાયરસને નાબૂદ કરવા માટે વિશ્વભરમાં રસીઓની શોધ કરવામાં આવી રહી છે. ઇટાલી અને ઇઝરાઇલ જેવા દેશોએ કોવિડ -19 રસી બનાવવાનો દાવો કર્યો છે. તે જ સમયે, ભારત પણ કોરોના વાયરસની રસી બનાવવા તરફ આગળ વધ્યું છે.
દુનિયાભર માં કોરોના વાયરસ ની રસી બનાવવામાં જોડાયેલા વૈજ્ઞાનિકો ની સૌથી મોટી ચિંતા એ છે કે કોરોના વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસની વેક્સિન સૌથી પહેલા લગાવનારી મહિલાએ પોતાના અનુભવ શેર કર્યા છે. વેક્સિન સ્ટડી ના પહેલા રાઉન્ડ માં માર્ચમાં 43 વર્ષની જેનિફર હૉલરને સૌથી પહેલા કોરોના વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા હતા. ૧૬ અઠવાડિયા પસાર થયા બાદ પણ જેનિફરનાં શરીર પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. અમેરિકાની સિએટલ ની રહેવાસી જેનિફરે કહ્યું કે તે ઘણું સારું અનુભવી રહી છે.

mRNA-૧૨૭૩ નામની વેક્સિન
જેનિફર હૉલરને કોરોનાની mRNA- ૧૨૭૩ નામની વેક્સિન આપવામાં આવી હતી. અમેરિકાનાં કેપી વૉશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આ વેક્સિનને લઇને સ્ટડી કરવામાં આવી રહી છે. અમેરિકાની કોમો ન્યૂઝનાં રિપોર્ટ પ્રમાણે, એક ટેક કંપનીમાં ઑપરેશન્સ મેનેજર તરીકે કામ કરનારી જેનિફરનાં શરીર પર વેક્સિનની કોઈ ખરાબ અસર નથી થઈ. mRNA- ૧૨૭૩ વેક્સિનને અમેરિકાનાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ અને મૉડર્ના કંપનીએ તૈયાર કરી છે.
કોરોના સંક્રમણ માંથી બચાવ થવા માટે દાવો
કંપનીનું કહેવું છે કે આ વેક્સિનથી કોઈપણ વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ નથી થઈ શકતુ, કેમકે આમાં કોરોના વાયરસ રહેતો નથી. 18 મેનાં મૉડર્નાએ જાહેરાત કરી હતી કે ફેઝ-૧ ટ્રાયલનાં પરિણામ સકારાત્મક આવ્યા છે. મૉડર્નાએ પોતાની વેક્સિનને લઇને એ પણ કહ્યું હતુ કે જુલાઈમાં વેક્સિનની ફેઝ-3 સ્ટડી શરૂ થઈ જશે. ત્રીજા રાઉન્ડમાં 30 હજાર લોકોને વેક્સિનનાં ડોઝ આપવાની યોજના છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation
❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now❇️ DIY | Nail art ideas❇️ Watch Now❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now❇️9Tanki Video Maker Application ❇️ Download Now❇️ Super Subway 2020 ❇️ Download Now❇️ WhatsApp Status Downloader ❇️ Download Now❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now
Comments
Post a Comment