આપણે સૌ મહેંદીને માથામાં નાખીએ છીએ જેથી આપણા વાળ મુલાયમ રહે અને વાળમાં કુદરતી ચમક આવે. સામાન્ય રીતે આપણે મેંદીમાં પાણી ઉમેરી અને સીધો જ વાળમાં લગાવી દઈએ છીએ, પરંતુ જો આજ મહેંદીમાં બીજી અમુક વસ્તુઓ મેળવી દેવામાં આવે તો આ મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ બની જાય છે.
કેવી રીતે બનાવશો આ લેપ?
આ મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ કોઈ લોખંડના વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવું. લોખંડના પાત્રનો ઉપયોગ કરવાથી આ મિશ્રણમાં લોહ તત્વ ભળશે જેથી તમારા વાળ એકદમ કાળા થઈ જશે. ત્યારબાદ આ પાણીમાં બે ચમચી શિકાકાઈ પાઉડર ઉમેરો આ પાઉડર ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે તથા વાળ માં આવતી ખંજવાળને પણ દૂર કરશે.
ત્યારબાદ આ મિશ્રણમાં બે ચમચી ભૃંગરાઝ પાઉડર નાખવો જેથી તમારા વાળ મૂળમાંથી મજબૂત બનશે અને તેમાં કુદરતી ચમક આવશે. ત્યારબાદ આ મિશ્રણમાં મહેંદી ઉમેરી બરાબર હલાવી એક રાત સુધી પલળવા દો. જો આ પેક તરત જ લગાવું હોય તો પણ અંદાજે એકથી બે કલાક સુધી આ મિશ્રણને પલળવા દો. હવે ધોયેલા કોરા વાળમાં આ પેક લગાવી અને અંદાજે એક કલાક સુધી રહેવા દો. આ પેક લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વાળમાં જરા પણ ઓઇલ ન હોવું જોઈએ. આ મિશ્રણને વાળ ના મૂળમાં પણ લગાવી શકાય છે. અંદાજે એક કલાક બાદ સાદા પાણીથી વાળ ધોઈ લો.
ખાસ ધ્યાન રાખવું કે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, નહીંતર આ પેક ની અસર થશે નહિ. વાળ ધોયા બાદ રાત્રે સૂતા સમયે તેલની માલિશ કરવી અને બીજે દિવસે વાળને શેમ્પુથી ધોઈ લેવા. આ રીતે મેંદી સાથે આ અન્ય ઔષધીય તત્વો મેળવી અને સામાન્ય મેંદી ને બનાવી શકો છો વાળનું ઉત્તમ ગુણકારી ઔષધ.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment