શું ગરમ પાણીથી સ્નાન કરવાથી નથી થતો કોરોના વાયરસ? જાણો એના વિશે




દેશમાં કોરોના વાયરસ ના કેસ ખુબ જ વધતા જઈ રહ્યા છે.. આ સોશિયલ મીડિયા પર કોવિડ ૧૯ સાથે જોડાયેલ ઘણા ખોટા વાયરલ થઇ રહ્યા છે. મોટા ભાગના લોકો એવી ખાસ માન્યતા ધરાવે છે કે ગરમ પાણીથી નહાવાની કોરોના થવાની શકયતા ઘટી જાય છે. ઘણા લોકો ઘરે આવ્યા પછી ગરમ પાણી થી નહાવાનું પસંદ કરે છે એટલું જ નહી કપડા કાઢીને ગરમ પાણી માં બોળે છે. આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા અનુસાર દેશ માં કોવિડ-૧૯ સંક્રમિતો ની સંખ્યા સતત વધતી જાય છે તેમ આ માન્યતાનો પ્રચાર પણ સોશિયલ મીડિયા માં વધતો જાય છે.

આ અંગે ઇન્ડિયા ફાઇટ કોરોનાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે ગરમ પાણી વડે નાહવાથી કોરોના નથી થતો એ માન્યતા ખોટી છે પરંતુ રોજ સ્નાન કરી  શારીરિક સ્વચ્છતા થી માત્ર કોરોના જ નહી પરોક્ષ રીતે અનેક પ્રકારના સંક્રમણ થી બચી શકાય છે.


જો કે કેટલાક નિષ્ણાતો નું માનવું છે કે ગરમ પાણી થી સ્નાન કરવાથી કેટલાકને થાકનો અનુભવ ઓછો થાય છે અને શરીરમાં સ્ફૂતિ વધે છે. જેને શરદી રહેતી હોય તેઓ ઠંડા પાણી કરતા ગરમ પાણીથી નહાય તો રાહત રહે છે પરંતુ માત્ર ગરમ પાણી થી જ નહાવું આ એક માત્ર કોરોના સંક્રમણ થી બચવાનો માર્ગ નથી. સોશિયલ ડિસ્ટન્સિસ, સાબુથી હાથ ધોવાથી માંડીને બીજી પણ કાળજી રાખવી જરૂરી છે.


અમે તમને જણાવી દઈએ કે ભારત માં કોરોના સંક્રમણ ધરાવતા લોકો ની સંખ્યા વધીને ૫.૫૦ લાખની નજીક પહોંચી ગઈ છે જયારે મુત્યુનો આંક ૧૬,૪૭૫ ને પાર કરી ગયો છે. ગત રોજ એક જ દિવસ માં ૨૧,૦૦૦ થી પણ વધુ કોરોના કેસ વધ્યા હતા.

આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા અનુસાર, આપણા દેશ માં કોવિડ- ૧૯ સંક્રમિતો ની સંખ્યા સતત વધતી જાય છે.જો કે સૌથી રાહત ની વાત એ છે કે કોરોના સંક્રમિતો માં રિકવરી રેટ ૩,૨૧,૭૨૩ જેટલો છે. કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા વધવાની સાથે દિન પ્રતિ દિન સાજા પણ થઇ રહયા છે.

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation

  • ❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now
  • ❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now
  • ❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now
  • ❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now
  • ❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now
  • ❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now
  • ❇️ DIY | Nail art ideas❇️ Watch Now
  • ❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now
  • ❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now
  • ❇️9Tanki Video Maker Application ❇️ Download Now
  • ❇️ Super Subway 2020 ❇️ Download Now
  • ❇️ WhatsApp Status Downloader ❇️ Download Now
  • ❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now
  • ❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now
  • 🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now



  • Comments