સોના કરતાં પણ ૧૦ ગણો વધુ મૂલ્યવાન છે આ છોડ, જો મળે તો ક્યારેય છોડશો નહીં, છે અનેક રોગોનો રામબાણ ઈલાજ
આકડો એક પ્રકારની વનસ્પતિ છે. તેના પાન વડનાં પાન સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાન પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પાન જેવો હોય છે. ફળમાં નરમ, સુંવાળું, પોચુ, રેશમી રૂ હોય છે. આંકડાની શાખાઓ માંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે. આંકડો એ શ્રવણ નક્ષત્રના સમયનું આરાધ્ય વૃક્ષ ગણાય છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો આંકડો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો આંકડો.
આંકડાથી થતા આયુર્વેદિક લાભ :
- આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા. આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે. ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે.
- આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે.
- આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે.
- આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે.
- આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે.
- આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી ખંજવાળ મટી જાય છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation




Comments
Post a Comment