સારા સ્વાસ્થ્ય માટે અપનાવો સુવાની આ બેસ્ટ રીત, ઘણી બીમારીમાંથી મળશે છુટકારો





આપણે બધા જાણીએ છીએ કે ઘણી વાર કહેવામાં આવે છે કે જો બીમારીઓ માંથી બચવા માંગતા હોય તો ભરપુર ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો, ભરપુર ઊંઘ ની સાથે સાથે સુવાની રીત પણ બીમારીઓ ને દુર રાખે છે, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, સુવાની એવી રીત, જેનાથી તમે ઘણી બીમારીઓ માંથી બચી શકો છો.


ડાબા પડખે સુવું

જો તમે ડાબા પડખે સુવાનું પસંદ કરતા હોવ તો તેના ઘણા ફાયદા છે. એક સંશોધન પ્રમાણે આ સ્થિતિમાં જો ઉંઘવામાં આવે તો પેટ ફુલવું, હૃદય રોગ, પેટના રોગ, ગેસ, એસિડીટી, થાક વિગેરે સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે આપણે ડાબા પડખે સુઈએ છીએ ત્યારે લીવર પર ભાર નથી પડતો અને માટે શરીરમાંના ઝેરી તત્ત્વોને બહાર નીકળવામાં સરળતા રહે છે. આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સ્થિતિને ઉત્તમ માનવામાં આવી છે.



જમણા પડખે સુવું

ડાબા પડખા કરતાં જમણા પડખે સુવાની સ્થિતિને યોગ્ય નથી માનવામાં આવતી. ઉપર જણાવ્યું તેની વિરુદ્ધ શરીરમાંના ઝેરી તત્ત્વોને શરીરમાંથી નીકળવામાં સરળતા નથી રહેતી. જેના કારણે હૃદય પર દબાણ આવે છે અને હાર્ટ રેટ પણ ઉંચો રહે છે સાથે સાથે પેટના રોગો પણ થાય છે. આયુર્વેદમાં પણ જમણા પડખે સુવાની મનાઈ છે.



પેટ નીચેની તરફ રહે તેમ ઉંધુ સુવું

જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે આ સ્થિતિમાં એટલે કે પેટ નીચેની તરફ રહે તેમ સુઈ શકો છો. જેનાથી તમારું બ્લડ પ્રેશર નીચું રહે છે. જો કે આ સ્થિતિને કંઈ આદર્શ સ્થિતિ માનવામાં નથી આવતી તેના બીજા ગેરફાયદા પણ છે. કારણ કે આ સ્થિતિમાં સુતી વખતે આપણું શરીર અકુદરતી સ્થિતિમાં હોય છે જેના કારણે શરીરે ખાલી ચડી જાય છે જે હેલ્થ માટે યોગ્ય નથી. તેમ સુવાથી યુવાન વયે ચહેરા તેમજ શરીર પર કરચલીઓ પડી શકે છે.



ટુંટીયુ વાળીને સુવું

ઘણા લોકોને આ રીતે બે ગોઠણ વાળીને એક પડખે સુવાની આદત હોય છે. જેનો મુખ્ય ફાયદો એ હોય છે કે આ પોઝીશનમાં સુવાથી તમારા કરોડ રજુ પર કોઈ દબાણ નથી આવતું અને તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તાજા-માજા ઉઠો છો. જો કે તેમ સુવાથી ડોક અને પીઠ દુખવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.


આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation

  • ❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now
  • ❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now
  • ❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now
  • ❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now
  • ❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now
  • ❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now
  • ❇️ DIY | Nail art ideas❇️ Watch Now
  • ❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now
  • ❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now
  • ❇️9Tanki Video Maker Application ❇️ Download Now
  • ❇️ Super Subway 2020 ❇️ Download Now
  • ❇️ WhatsApp Status Downloader ❇️ Download Now
  • ❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now
  • ❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now
  • 🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now




  • Comments