ઓછામાં ઓછું એક વર્ષ સુધી નિયમિત, સમયસર અને કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કર્યા વગર સંભોગ કરવાવાળી સ્ત્રી, જ્યારે ગર્ભધારણ કરવામાં અસર્મથ રહે છે, ત્યારે તેને વાંજિયાપણું કે વાંજિયાપણાથી જોડાયેલી સમસ્યા ગણવામાં આવે છે. પુરુષના વીર્યમાંના શુક્રાણુ (Sperm) પૂરતાં ના હોય, તેનો અભાવ હોય કે તેની હલન-ચલન શક્તિ (Motility) નબળી હોય ત્યારે સ્ત્રી બીજ બરાબર હોય તો પણ ગર્ભ રહેવાની શક્તાઓ ઓછી રહે છે.
આ સિવાય વધારે દારૂનું સેવન, ધ્રુમપાન, આયુષ્ય (૩૫ વર્ષથી વધારે), મોટાપો, વધારે પડતો તણાવ, અનિયમિત અને દર્દપૂર્ણ મહિનાની સમસ્યા, પોષણ રહિત ભોજન કે પછી વધારે શારિરીક પ્રશિક્ષણ પણ સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતાને પ્રભાવિત કરે છે. વાંજીયાપણું ની સમસ્યા કોઈ પણ મહિલા માટે એક શ્રાપ જેવો હોઈ શકે છે, એને દુર કરવા માટે આજે અમે તમને અમુક ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને લગભગ તમારી સમસ્યા દુર થઇ શકે છે.
સંતુલિત આહાર લેવો
એક સારી રીતે સંતુલિત આહાર લેવો, પ્રજનન ક્ષમતામાં સુધારો લાવવા માટેનું એક મહત્વપૂર્ણ કારણ છે. એક સ્વસ્થ, સંતુલિત ખોરાક સ્વાસ્થ્યની તે દશા કે બિમારીઓને રોકવામાં મદદ કરે છે જે વાંજિયાપણાનું કારણ હોઈ શકે છે. સાથે તે શ્રીમંતની સંભાવનાને પણ વધારે છે.
દાડમ
આ ગર્ભાશયના રક્ત પ્રવાહમાં વૃદ્ધિ કરે છે, અને ગર્ભાશયની દિવાલોને મોટી કરીને ગર્ભપાતની સંભાવનાને ઓછી કરવામાં સહાયક છે. સાથે જ, તે ભ્રૂણના સ્વસ્થ વિકાસને વધારે છે. દાડમના બીજ અને છાલને બરારબ માત્રામાં મેળવીને તેનું ચૂર્ણ બનાવીને, એક એર-ટાઈટ ડબ્બામાં રાખી લો. કેટલાક અઠવાડિયા સુધી દિવસમાં બે વખત ગરમ પાણીના એક ગ્લાસ સાથે આ મિશ્રણની અડધી ચમચી લો. તમે તાજા દાડમ પણ ખાઈ શકો છો, અને દાડમનો તાજો રસ પણ પી શકો છો.
અશ્વગંધા
આ જડીબુટ્ટી હાર્મોનલ-સંતુલનને બનાવી રાખે છે અને પ્રજનન અંગોને સમુચિત કાર્ય-ક્ષમતાને વધારવામાં મદદરૂપ છે. તે દર વખત થતા ગર્ભપાતના કારણ, શિથિલ ગર્ભાશયને સંકુચિત આકારમાં લાવીને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ગરમ પાણીના એક ગ્લાસમાં અશ્વગંધા ચૂર્ણના ૧ ચમચી મિશ્રણને બનાવીને દિવસમાં બે વાર લો
ખજૂર
ખજૂર ગર્ભધારણ કરવા માટે, તમારી ક્ષમતાને વધારવામાં મદદ કર શકે છે. તેમાં કેટલાક પોષક તત્વ હોય છે. તેમાં વિટામિન એ, ઈ અને બી લોહા અને અન્ય જરૂરી ખનીજ હોય છે. જે એક મહિલાને ગર્ભ ધારણ કરવા માટે અને ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ સુધી જરૂરી છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment