કોરોના વાયરસે પૂરી દુનિયા માં હાહાકાર મચાવી દીધો છે. ચીન માંથી નીકળેલા આ ખતરનાક વાયરસ થી દુનિયા માં અત્યાર સુધી ૪૨૮૨૩૬ લોકો ના મૃત્યુ થઇ ગયા છે અને ૭૭,૩૨,૭૮૫ લોકો સંક્રમિત થયા. આ આકડા ખુબ જ તેજીથી વધતા જઈ રહ્યા છે. ભારત માં સંક્રમિત ની સંખ્યા ૩૦૯,૬૦૩ થઇ ગઈ છે અને ૮૮૯૦ લોકો ના મૃત્યુ થઇ ગયા છે.
મીડિયા માં કામ કરતા શ્યામ ત્યાગી ને પણ કોરોના થઇ ગયો હતો. શ્યામ અનુસાર, ‘હું પણ ડરી ગયો હતો. મારા પરિવાર અને અઢી વર્ષ ના દીકરા તરફ જોઇને ગભરાય ગયો હતો. ૨૧ મે ના રોજ હું ઓફિસમાં હતો. ઘરેથી સારી રીતે ગયો હતો.
પરંતુ ઓફીસ માં અચાનક થી મારા માથા માં દુખાવો શરુ થયો. હું કામ કરતો રહ્યો, માથા નો દુખાવો ૧-૨ કલાક પછી આખા શરીર ના દુખાવામાં બદલાય ગયો. પુરા શરીર માં દુખાવો શરુ થઇ ગયો. સાથે કફ ઉધરસ પણ થઇ ગઈ. એટલા માટે જે લોકો કહેતા હતા કે કફ વાળી ઉધરસ કોરોના ના લક્ષણ નથી, એ ખોટું છે.
૨૫ મે ના રોજ સ્વાસ્થ્ય માં થઇ ગયો સુધારો
૨૫ મે ના રોજ સાજા થઈને ફરીથી હું મારી ઓફીસ પહોચી ગયો. ૨૮ મે ના રોજ એક બે વાર જબરદસ્ત ઉધરસ થઇ, જેમ કે ઉધરસ નો એટેક આવી ગયો હોય. મારા મિત્ર એ કોવિડ ટેસ્ટ કરવાની સલાહ આપી.
બે દિવસ પછી ફરીથી બગડી ગઈ હાલત
બીજા દિવસે દરેક લોકો ની વાત માનીને હું દિલ્લી માં અપોલો હોસ્પિટલ પહોચી ગયો. ૪૮૫૦ રૂપિયા માં કોરોના નો ટેસ્ટ કરાવ્યો અને ૩૦ મે ના રોજ રીપોર્ટ પોજીટીવ આવ્યો.
કોરોના સામે લડવા માટે આ આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર કર્યા
ઉકાળો, હળદર, ગરમ પાણીએ આપ્યો સાથ
હોસ્પિટલ ની સ્થિતિ જોતા મે ઘરના રૂમ માં બંધ રહેવાનો નિર્ણય કર્યો. ૩૦ મે થી મે ઉકાળો પીવાનું ચાલુ કર્યું. મીઠું, હળદર ગરમ પાણીમાં નાખીને કોગળા કરવાનું ચાલુ કર્યું.દિવસ માં ૪-૫ લીટર ગરમ પાણી પીવાનું શરૂ કર્યું.
વિટામીન, અને આંબળા
વિટામીન ની દવાઓ લેવાની શરૂ કરી. સૌથી પહેલા સવારે ઉઠીને કાચા આંબળા નું જ્યુસ ખાલી પેટ પીતો હતો. કારણ કે આંબળા માં વિટામીન સી હોય છે. થોડા દિવસ પછી આંબળા નું સેવન બંધ કરી દીધું.
દૂધ પીવાનું બંધ કરી દીધું
૩-૪ દિવસ દૂધ પીવાનું પણ બંધ કરી દીધું. કારણ કે કફ વાળી ઉધરસ માં દૂધ પરેશાન કરે છે. એવું દરેક લોકો કહે છે.
૧૪ દિવસ પછી રીપોર્ટ આવ્યો નેગેટિવ
આ ઉપાયો ની સાથે હું Zincovit ની ટેબ્લેટ પણ લેતો હતો. એક દિવસ માં ફક્ત એક ગોળી, બપોરે ખાઈ ને પછી. એ સિવાય Limcee Vitamin C Chewable લીધી હતી. સવાર સાંજ એક એક ટેબલેટ. એ પછી મે ૧૪ દિવસ પછી બીજી વાર ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ નીકળ્યો.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation






Comments
Post a Comment