થાઈરોઈડ ગ્રંથિ ગળાની સામેની તરફ, શ્વાસનળીની ઉપર અને સ્વર યંત્રની બંને તરફ બે ભાગોમાં બનેલી હોય છે. તેનો આકાર પતંગિયા જેવો હોય છે. તે થાઇરોક્સિન નામના હોર્મોન બનાવે છે. જેનાથી શરીરની ઊર્જા ક્ષય, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન પ્રત્યે થતી સંવેદનશીલતા નિયંત્રિત થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આ ગ્રંથિનું યોગદાન ઘણું મોટું છે. આ ગ્રંથિ તમારા શરીરના મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. કેટલાક ખાસ યોગાસન પણ છે જે થાઇરોઇડની સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી વજન માં પણ ઘટાડો થઇ જશે. તો ચાલો જાણી લઈએ ક્યાં યોગાસન થાઈરોઈડ માટે ઉત્તમ ગણાય છે.
ઉજ્જાયી પ્રાણાયમ
ઉજ્જાયી પ્રાણાયામ કરવા માટે કોઇ સમતલ સ્થાન પર પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં બેસીને પછી નાકના બન્ને છિદ્રોમાંથી શ્વાસને અંદરની તરફ ખેચવો, જેથી હવા ફેંફસામાં ભરાઇ જાય. હવે આ અવસ્થામાં થોડીક વાર રોકાવો. તે પછી નાકના જમણા છિંદ્રને બંધ કરીને ડાબા છિંદ્રથી શ્વાસને બહાર નીકાળો. સાથે જ શ્વાસને અંદર અને બહાર કરતા સમયે હળવા નશકોરા જેવો અવશ્ય નીકાળો. આ પ્રાણાયમમાં થાઇરોઇડ ગ્રંથિ પર વધારે દબાણ પડે છે. જેના કારણે હોર્મોનનું અસંતુલન સારુ રહે છે, આ કારણથી ઉજ્જાયી પ્રાણાયમને થાઇરોઇડ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
સર્વાગાસન કરવા માટે સૌથી પહેલા પીઠના બળ પર જમીન પર સીધા સૂઇ જવું. જે બાદ તમારા બન્ને પગને ઉપરની તરફ ઉઠાવીને રાખો કે જમીનથી 90 ડિગ્રીનો કોણ બની જાય. ત્યાર પછી કમને હાથના સપોર્ટ આપતા કમરને ઉપરની તરફ ઉઠાવો અને પગને માથા તરફ લઇ જાવ. આ અવસ્થામાં પગ. પીઠ અને કમર સીધા હોવા જોઇએ. હવે પગની આંગળીઓને આકાશ તરફ સીધા કરો અને તમારી આંખોને પગની આંગળી પર કેન્દ્રિત કરો.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment