ટામેટા ને લઈને કરવામાં આવ શોધ
યુનિવર્સીટી ઓફ ફ્લોરીડા હોર્ટીકલ્ચર સાઈસેજ ડીપાર્ટમેન્ટ ની આ શોધ માં બતાવવામાં આવ્યું છે કે ટામેટા ને ઓછા માં ઓછા સમાય માટે સ્ટોર કરવા જોઈએ, જેથી તેના સ્વાદ નો પૂરો આનંદ લઇ શકાય. શોધ અનુસાર જયારે તમે આ ફ્રીજ માં રાખો છો અને ભવિષ્ય માં ઉપયોગ માટે સ્ટોર કરો છો તો ત્યાં સુધી માં એના ઘણા હેલ્ધી વિટામીન જેમ કે વિટામીન-સી અને અન્ય ખનીજ તત્વ ઓછા થવા લાગે છે. ફ્રીજ માં ઠંડક ના કારણે એના ઘણા તત્વ વાષ્પિત થવા લાગે છે. તેમાં એ તત્વ હોય છે જે ટામેટા ના સ્વાદ અને સુગંધ માટે જવાબદાર હોય છે.
ટામેટા ને ફ્રીજમાં રાખવાના નુકશાન
- સ્વાદ માં બદલાવ
- ટામેટા કડક થઇ જાય છે
- હેલ્ધી રહેતા નથી
ક્યાં સુધી તમારે ટામેટા સ્ટોર કરવા જોઈએ.
વૈજ્ઞાનિક શોધ અનુસાર, ફ્રીજ ટામેટા માટે ખુબ જ ખરાબ છે. શોધ માં તાજા ટામેટા, ફ્રીજ અને રૂમના તાપમાન પર રાખવામાં આવેલા ટામેટા ના સ્વાદ ની તુલના કરી. એમને જાણવા મળ્યું કે પાકેલા ટામેટા નો સ્વાદ બે દિવસ સુધી બહાર રાખવામાં આવ્યા તો એમાં કોઈ અસર ન થઇ, પરંતુ જયારે એને સ્ટોર કરવા માટે ફ્રીજ માં સ્ટોર કરવામાં આવ્યા તો એનો સ્વાદ પર પ્રભાવ પડ્યો. એનો મતલબ છે કે ટામેટા ને ૨ દિવસ થી વધારે સ્ટોર ન કરવો જોઈએ.
કાચા ટામેટાને સ્ટોર કરવા છે ફાયદાકારક
જો તમારે ટામેટા ને સ્ટોર કરવા હોય તો કાચા ટામેટા ખરીદી શકો છો, કારણ કે તે પાકવામાં સમય લાગશે અને તમારી પાસે થોડો વધારે સમય મળી જશે. પછી આ કાચા ટામેટા ને પકવવા માટે એને એક પેપર બેગ માં રાખવા. કારણકે ટામેટા ને પકવવા માટે સૂર્ય ના પ્રકાશ ની જરૂરત નથી હોતી. નોર્મલ રીતે આ ટામેટા ને થોડા દિવસ સુધી એમ જ મૂકી રાખવાથી તે પાકી જશે. એ પછી એનો ઉપયોગ કરવો.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment