મિત્રો આપણે શરીર ને તો રોજ સ્નાન કરતા સમયે સાફ કરીએ છીએ, પરંતુ આપણા શરીર ના અમુક એવા પણ ભાગ હોય છે, જેને આપણા માટે સાફ કરવા ખુબ જ મુશ્કિલ હોય છે. શરીરના નાના ભાગ જેવા કે કાન, એની સફાઈ કરવી ખુબ જ મુશ્કેલ હોય છે. ઘણા લોકોને તો કાન ની સફાઈ કર્યા ને વર્ષો થઇ ગયા હોય છે. કાનની સફાઈ કરવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
બદામ નું તેલ
બદામ નું તેલ લેવું અને તેને નવશેકું ગરમ કરીને મેલ વાળા કાન માં નાખવું. કાન માં ફક્ત ૨ થી ૪ ટીપા જ નાખવા. તેના થી મેલ નરમ થઇ જાય છે અને આસાની થી બહાર નીકળી શકે છે.
નારિયેળ નું તેલ
નારિયેળ તેલ ને જેવું તેવું ગરમ કરવું. ત્યાર બાદ ડ્રોપર ની મદદ થી આ તેલ ના થોડાક ટીપા કાન માં નાખવા. જે કાન માં નાખો તે કાન ને ઉપર ની બાજુ રાખવો અને ૧૦ મિનીટ પછી તે કાન ને નીચે ની બાજુ કરવો. આવું કરવા થી કાન નો મેલ નરમ થઇ ને બહાર આવી જશે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા ને પાણી માં વ્યવસ્થિત રીતે મિક્સ કરો. ત્યાર બાદ મેલ વાળા કાન માં તેના થોડાક ટીપા ડ્રોપર ની મદદ થી નાખવા. કાનમાં ટીપા નાખ્યા પછી થોડીક મિનીટ માટે માથું એક જ બાજુ નમાવી ને રાખવું. કારણ કે આમ કરવા થી મેલ વ્યવસ્થિત રીતે પલળી જાય અને જયારે મેલ નરમ થઇ ને બહાર આવી જાય પછી કોટન ના એકદમ નરમ કપડા થી કાન સાફ કરી લેવો.
મીઠાવાળું પાણી
થોડુ એવું ગરમ પાણીમાં મીઠું નાખીને મિક્ષ કરવું. પછી એ પાણી માં રૂ ને પલાળીને ભીનું કરવું ત્યાર પછી આ મીઠા વાળા પાણી ને કાનની રૂની મદદથી ધીમે ધીમે સફાઈ કરવી. થોડીવાર આ પાણીને રાખી કાનને બીજી બાજુ પલટાવી બધું પાણી બહાર કાઢી નાખવું. આ રીતે કરવાથી કાનનો બધો મેલ ઓગળીને બહાર આવી જાય છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation






Comments
Post a Comment