મીઠાઈ કે ખીર માં સ્વાદ ને વધારવા માટે કિશમિશ નો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કિશમિશ માં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાયબર ભરપુર માત્રા માં જોવા મળે છે.
જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ રોગી માટે તે વિશેષ રીતે લાભદાયક છે. ઘણા રોગોમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. એટલા માટે આજની ખબર માં અમે તમને કિશમિશ નું સેવન કરવાના જબરદસ્ત ફાયદા જણાવીશું. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે…
પચવામાં મદદરૂપ
દ્રાક્સ દુધની સરખામણીમાં જલ્દી પચે છે. કિસમિસના નિત્ય સેવનથી થોડા જ દિવસોમાં રસ, રક્ત, શુક્ર વગેરે ધાતુઓમાં વૃધ્ધિ થાય છે. વૃદ્ધાવસ્થા માં કિશમિશનો પ્રયોગ ન માત્ર સ્વાસ્થની રક્ષા કરે છે પરંતુ પણ આયુષ્ય વધારે છે.
લોહી ની સમસ્યા
જો તમે 7 દિવસ સુધી લગાતાર પલાળીને કિશમિશ ખાશો. તો, તમારા શરીર માં ક્યારેય પણ લોહી નું પ્રમાણ નહિવત નહીં થાય. ડોક્ટર પણ ઓછું લોહી વાળા દર્દી ને કિશમિશ ખાવાની સલાહ આપે છે. આને તમે ગરીબો નો મેવા કહી શકો છો. જે સરળતાથી બજાર માં ઉપલબ્ધ છે.
બ્લડપ્રેશર મા સહાયક
કિશમિશના બીજ કાઢી તેમાં લસણની એક કળી નાંખી ખાવાથી હાઈબ્લડપ્રેશરમાં આરામ મળે છે. કિશમિશ 12 નંગ, ખારેક પાંચ નંગ, છ નંગ મખાના દુધમાં મિક્ષ કરી તેનુ સેવન કરવાથી શરીર મજબૂત બને છે. જે લોકોનુ બલ્ડપ્રેશર ઓછુ રહે છે તેમણે હંમેશા પોતાની પાસે મીઠાવાળી મોટી કિશમિશ રાખવી જોઈએ. તે બલ્ડપ્રેશરને સામાન્ય કરવાનો સૌથી આસાન ઉપાય છે.
એસીડીટી માંથી રાહત મેળવવા
જો તમને એસિડિટી ની મુશ્કેલી વારંવાર થતી હોય તો ખાલી 7 દિવસ તમે રોજ ખાલી પેટે 3-4 વાર પલાળેલા કિશમિશ ખાઓ. એની અસર તમને 2 દિવસ પછી દેખાશે. અને ધીરે ધીરે તમે ગેસ અને એસિડિટી થી થતી મુશ્કેલીઓ માંથી પણ છુટકારો મેળવી શકશો.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment