કોરોના વાયરસ નામનો શ્વાસ/શ્વસનને લગતો ચેપી રોગ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ભારત ના જુદા-જુદા રાજ્યોમાં પણ આ ચેપની ઘટનાઓ નોંધવામાં આવી રહી છે અને સરકાર આ બીમારીને ફેલાતી રોકવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહી છે. એક ફ્રન્ટલાઈન કાર્યકર્તા તરીકે તેને ફેલાતો અટકાવવામાં તમારી મહત્વપૂર્ણ ભૂમિકા છે.

સરકાર સૂંઘવાની અને સ્વાદ ની ક્ષમતા અચાનક જ જતી રહે તો કોવિડ-19ની તપાસ ના માપદંડ માં તેનો ઉમેરો કરવા માટે વિચાર કરી રહી હતી. જે અંગે આજે આરોગ્ય મંત્રાલયે ખુલાસો કરતા જણાવ્યું છે કે, સુંઘવાની અને સ્વાદ લેવાની ક્ષમતા જતી રહે તો તે કોરોના વાયરસ ના લક્ષણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય ના સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં કેટલાક સભ્યો એ કોવિડ ૧૯ ની તપાસમાં સૂંઘવાની કે સ્વાદ ન આવવાની શક્તિ જતી રહે તો તેને માપદંડ માં સામેલ કરવાની ભલામણ કરી હતી. ઘણા દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે.
એક નિષ્ણાત ના જણાવ્યા અનુસાર ભલે આ લક્ષણ ખાસ રીતે કોવિડ-19 સાથે જોડાયેલા નથી કેમ કે ફ્લુ અથવા તો ઈન્ફ્લુએન્ઝા માં પણ વ્યક્તિ ની સૂંઘવાની અને સ્વાદની શક્તિ જતી રહે છે. પરંતુ આ બીમારીના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે અને ઝડપથી તેનો ખ્યાલ આવે તો તેની સારવારમાં મદદ મળી શકે છે. સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ મે મહિના ની શરૂઆત માં કોરોના ના નવા લક્ષણો માં સૂંઘવા ની અને સ્વાદ ન લઈ શકવાની ક્ષમતા જતી રહે તેનો સમાવેશ કર્યો હતો.
કોવિડ-૧૯ માટે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ની ૧૮ મે ના રોજ જારી કરવામાં આવેલી તપાસ રણનીતિ મુજબ ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી ના લક્ષણો સાથે અન્ય રાજ્યો થી પરત આવતા અને પ્રવાસીઓ માં આવા લક્ષણ જોવા મળ્યા બાદ સાત દિવસની અંદર તપાસ કરવી પડશે.
આઈસીએમઆરે કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે ફ્રન્ટલાઈન કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં આઈએલઆઈ જેવા લક્ષણો જોવા મળતા તેમની પણ આરટી-પીસીઆર તપાસ થવી જોઈએ. સાથે જ તેણે કહ્યું હતું કે કોઈ પણ ચેપી દર્દીના સંપર્કમાં આવનારા આવા લોકો જેનામાં લક્ષણ જોવા મળતા નથી અને વધારે જોખમી લોકોના સંપર્કમાં આવ્યા બાદ ૫ થી ૧૦ દિવસની અંદર એક વખત તપાસ કરાવવી જોઈએ.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation
❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now❇️ DIY | Nail art ideas❇️ Watch Now❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now❇️9Tanki Video Maker Application ❇️ Download Now❇️ Super Subway 2020 ❇️ Download Now❇️ WhatsApp Status Downloader ❇️ Download Now❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now
Comments
Post a Comment