શરીર ને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ વસ્તુ નું સેવન જરૂરી છે, પરંતુ અમુક સ્વસ્થ વસ્તુ પણ શરીર ને નુકશાન પહોચાડી શકે છે. ખાવા પીવાના અમુક નિયમ હોય છે અને જો એને એને નજરઅંદાજ કરવામાં આવે તો સ્વસ્થ વસ્તુ પણ શરીર ને નુકશાન કરે છે. એ જ કારણ છે કે એક્સપર્ટ સ્વસ્થ વસ્તુ ના સેવન ની સાથે સાથે ખાવાના સમય અને ગુણવત્તા પર પણ જોર આપે છે.
આજે અમે તમને અમુક હેલ્ધી વસ્તુ વિશે જણાવીશું જેને આ કોરોના સંકટ માં ખુબ જ ધ્યાનથી ખાવી જોઈએ, જેથી તમારા શરીર ને પુરા પોષક તત્વ મળી શકે અને તમારી ઇમ્યુનિટી પાવર મજબુત બની શકે.
કેળા
સવારે કેળા ખાવા તમને એક સારો વિકલ્પ લાગી શકે છે, પરંતુ ખાલી પેટ ખાવાથી તમારા ઉર્જા ના સ્તર ને ઓછુ કરી શકાય છે. કેળા ખાવાથી ઉર્જા મળે છે. ખાલી પેટ કેળા ખાવાથી પેટ ની બીમારી આઇબિએસ થી પીડિત લોકો માટે પણ ખતરો ઉભો થઇ શકે છે, જેનાથી ઝાડા થઇ શકે છે. એટલા માટે નાસ્તા પછી કેળા નું સેવન કરવું જોઈએ.
કોફી
ઘણા લોકો જાગીને તરત પછી એક કપ કોફી પીવે છે, પરંતુ આ વાસ્તવ માં ખુબ જ ખરાબ છે. શોધ દ્વારા જાણવા મળે છે કે ભોજન પહેલા કોફી પીવાથી કેફીન પ્રત્યે ટોલરેંસ માં સુધારો થાય છે. એટલા માટે થોડી રાહ જોવી અને આ ઉઠીને ઓછામાં ઓછા બે કલાક પછી નાસ્તો કરીને કોફી પીવી. ઊંઘ ને રોકવા માટે સાંજે કોફી પીવી સારું ગણાય છે.
ચોખા
રાત્રે ચોખા ખાવાથી બચવું જોઈએ. કામના લાંબા દિવસ પછી રાત્રે ચોખા ખાવા સારો વિકલ્પ નથી. ચોખા માં ઘણા બધા જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે પચવામાં લાંબો સમય લે છે. ચોખામાં કેલરી વધારે હોવાથી વજન માં વધારો થઇ શકે છે. લંચ સમયે ચોખા ને આહાર માં સમાવેશ કરવાનો સૌથી સારો સમય છે. જેથી પચાવવા માં આસાન રહે છે.
દૂધ
અમુક લોકો ને બાળપણ થી એક ગ્લાસ દૂધ ની સાથે એમના દિવસ ની શરૂઆત કરવાની ટેવ હોય છે, પરંતુ આ આદત પુખ્ત ઉંમરના વ્યક્તિ માટે સારી રીતે કામ કરતા નથી. દૂધ ને પચાવવું મુશ્કેલ હોય છે, એટલા માટે આ સવારે પીવાથી અને અન્ય ખાદ્ય પદાર્થો ની સાથે મિક્સ કરવાથી પેટ માં દુખાવો અને અન્ય પરેશાની થઇ શકે છે. એટલા માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સૌથી સારું ગણાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation





Comments
Post a Comment