જો તમે પણ ROનું પાણી પીઓ છો તો આ તમારા માટે જરૂરી ખબર છે. આ વાતની ખૂબ જ વધારે સંભાવના છે કે વર્ષના અંત સુધીમાં દેશભરના અમુક વિસ્તારોમાં RO પ્યોરીફાયરના પાણી પર સરકાર રોક લગાવી શકે છે. રોક લગાવતા પહેલા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. તેનું કારણ પાણીની ગુણવવત્તા અને માપદંડ છે. જેના આધારે સરકાર આ મોટો નિર્ણય લેશે. આજે લગભગ દરેક ઘરોમાં લોકો RO પ્યોરીફાયરનું જ પાણી પીએ છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જ્યાં પ્રતિ લીટર પાણીમાં TDSનું સ્તર 500 એમજી મિલીગ્રામથી ઓછું છે, ત્યાં RO પ્યોરીફાયર પર રોક લગાવવાનું કહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પર્યાવરણ અને વન મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં આ સંબંધમાં નોટિફિકેશ બહાર પાડવાનો આદેશ આપ્યો છે. આ મામલે બીજી સુનાવણી આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ થશે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ આદર્શ કુમારની અધ્યક્ષતાની પીઠે મંત્રાલયને એ દલીલ પર વધારે સમય આપવા માટે માની ગઇ કે કોરોના વાયરસના કારણે હાલમાં આ મામલે આગળ વધવું મુશ્કેલ છે. નાખુશતા વ્યક્ત કરતા બેન્ચે કહ્યું કે, એક વર્ષ પછી પણ મંત્રાલય લોકડાઉનના આધારે સમય માગી રહ્યું છે. 31 ડિસેમ્બર 2020 સુધીમાં જરૂરી કાર્યવાહી પૂરી કરી લે.
નિર્ધારિત માપદંડ કરતા ઓછું TDS ROનું પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. જેમકે, હ્યદયને લગતી બીમારીઓ, થાક, માંસપેશીઓમાં સોજા, એંઠન, વારે વારે માથું દુખવું જેવા રોગ થઇ શકે છે.
પ્રાકૃતિક પાણીથી ઈમ્યૂનિટિ સિસ્ટમ મજબૂત બને છે
વિશેષજ્ઞોનું માનવું છે કે, પ્રાકૃતિક પાણી પીવાથી સારા મિનરલ્સ મળે છે. જે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવી રાખે છે. ROના કારણે પાણીથી મળતા મિનરલ્સની માત્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે જ ઈમ્યૂનિટી પણ નબળી થઇ રહી છે. એ જ કારણ છે કે ઓછી ઉંમરમાં જ હાડકા અને એલર્જીથી સંબંધિત બીમારીઓ સામે આવવા લાગી છે. ડૉક્ટરો મોટે ભાગે દર્દીઓને ROના પાણીના સ્થાને સામાન્ય પ્યોરીફાયરનું પાણી પીવા કે ઉકાળેલું પાણી પીવા માટે કહે છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation



Comments
Post a Comment